ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા-12
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી ફકરો – 12
નિશ્ચિતપણે મોબાઇલના માધ્યમથી લોકોની વચ્ચે
અંતર ઓછુ થયું છે અને પોતાના પ્રિયજનો સાથે સંપર્ક વધ્યો છે. પરંતુ તેને હંમેશા
નજીક રાખવાનું કેટલુંક નુક્સાન પણ છે. જે જાણવું અત્યંત આવશ્યક છે.વૈજ્ઞાનિક શોધ
નિષ્કર્ષીમાં જોવા મળ્યું છે કે મોબાઇલ ફોન અને તેના ટાવરમાંથી નીકળતું રેડિએશન
વ્યક્તિની પાચન શક્તિને કમજોર કરી શકે છે. અને તેના કારણે બરાબર ઊંઘ ન આવવાની
બીમારી અને એકાગ્રતામા ઊણપ આવી શકે છે. ઘણું ખરું લોકો સૂતી વખતે મોબાઇલને પોતાના
તકિયા નીચે વાઇબ્રેટર અથવા સાયલન્ટ મોડ પર કરીને સૂઈ જાય પરંતુ મોબાઇલને આ રીતે
રાખવાની રીત સ્વાસ્થ્યને વધારે નુક્સાન પહોંચાડી શકે છે. યુનિવર્સિટી ઓફ
કેલિફોર્નિયાની એક શોધ અનુસાર મોબાઇલનો વાઇબ્રેશન મોડ પર વધારે વાર સુધી ઉપયોગ
કરવાથી કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.તેનું કારણ એ છે કે મોબાઇલમાં સિગ્નલ માટે
જે ઇલેક્ટ્રોમૈગ્નેટિક તરંગો આવે છે,
તે મગજની કોશિકાઓની
વૃદ્ધિને પ્રભાવિત કરે છે અને તેનાથી ટ્યુમર (ગાંઠ) વિક્સવાની સંભાવના વધી જાય છે.
કઇ વૈજ્ઞાનિક શોધથી લોકો - લોકો વચ્ચે અંતર ઓછું થયું છે?
વિમાન
રેડિયો
મોબાઇલ
કૃત્રિમ મગજ
મોબાઇલના વધુ પડતા ઉપયોગથી શું નથી થતું?
પાચન શક્તિ કમજોર કરી શકે છે.
બરાબર ઊંઘ ન આવવી.
કેન્સર થવું.
એકાગ્રતા વધે છે.
મોબાઇલ ટાવરમાંથી શું નીકળે છે?
લેસર કિરણો
રેડિએશન
ક્ષ - કિરણો
ઉષ્મા
તકિયા નીચે મોબાઇલ વાઇબ્રેશન મોડ પર રાખી સૂવાથી ક્યુ નુકશાન થવાની સંભાવના
છે?
મગજની કોશિકામાં વૃદ્ધિ થતાં ટ્યુમર (કેન્સ૨ ની ગાંઠ)
યાદ શક્તિ વધવાની
પ્રિયજન સાથે વાત કર
ઉપરમાંથી એકપણ નહિ.
આ ફકરાનું સૌથી યોગ્ય શીર્ષક હોઇ શકે -
મોબાઇલના ફાયદા
આજનો ઝડપી યુગ
મોબાઇલના લાભાલાભ
મોબાઇલ ટાવર

0 Comments