ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા-16
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી ફકરો – 16
ગોરીલા, ચિમ્પાંઝી અને ઉરાંગઉટાંગ - આ બધા વિશાળ વાંદરા જેવા દેખાય છે. આ મહાવાનર, વાંદરાઓથી મોટા હોય છે અને એમને ઓછાં બચ્ચાં હોય છે. આ વધારે સીધા ઊભા રહી શકે છે અને પોતાના નાકની અપેક્ષાએ આંખો પર વધારે નિર્ભર રહે છે. મહાવાનરોને પૂંછડી હોતી નથી, વાંદરાઓને હોય છે. મહાવાનરોનું મગજ (મસ્તિષ્ક) મોટું અને વધારે વિકસિત હોય છે, એનો અર્થ એ છે કે તેઓ સામાન્ય વાંદરાઓની અપેક્ષાએ વધારે ચાલાક હોય છે. મહાવાનરોના પગ એવા હોય છે કે તેઓ વસ્તુઓને પકડી રાખે છે. એમની આંગળીઓના નિશાન બેજોડ અને નખ ચપટા હોય છે. મહાવાનરોના શરીરની રચના એવી હોય છે કે તેઓ ચારે હાથ - પગથી ચાલી શકે છે. એમના હાથ, પગથી લાંબા હોય છે, જેથી તેઓ ચાલતી વખતે આંગળીઓના પંજાનો સહયોગ લઈ શકે.
વાંદરાની અપેક્ષાએ મહાવાનરો કોના પર વધારે નિર્ભર હોય છે.
કાન
પૂંછડી
આંખ
નાક
આમાંથી કોને પૂંછડી હોય છે?
ઉરાંગઉટાંગને
ચિમ્પાંઝીને
વાંદરાને
ગોરીલાને
મહાવાનર વસ્તુઓને પોતાના પગથી કેવી રીતે પકડી શકે છે?
એમના પગમાં આંગળીઓ હોય છે.
તેઓ નખથી વસ્તુઓ ઉપાડે છે.
એમના પગ એવા
બનેલા હોય છે.
તેઓ બંને પગનો એકી સાથે ઉપયોગ કરે છે.
એ કઈ સામાન્ય વસ્તુ છે જે મનુષ્યો અને મહાવાનરોમાં હોય છે?
પૂંછડી
લાંબા હાથ
આંગળીઓના
નિશાન
નાના પગ
‘બેજોડ’ શબ્દનો
સમાનાર્થી છે -
અસાધારણ
અલગ
સરળ
જેવો

0 Comments