JNV gujarati quiz | જવાહર નવોદય માટે ગુજરાતી ફકરા - 20
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.
ગુજરાતી ફકરો – 20
આ જગતમાં મોંઘામાં મોંઘી ચીજ સમય છે. તે
હીરા, મોતી કરતાં પણ મૂલ્યવાન છે! જેનું મૂલ્ય કદી
પણ ન થઇ શકે એવી અમૂલ્ય વસ્તુ આ જગતમાં કોઇ હોય તો તે છે સમય! આપણે કિંમતી આપણા
સમયને અર્થ વગર વેડફી નાખીએ છીએ. આપણે બધા ટોળ-ટપ્પા, ગામ-ગપાટા અને
ઠઠ્ઠા-મશ્કરીમાં એટલો બધો સમય ગુમાવીએ છીએ કે તેનો સરવાળો કરીએ તો તેટલાં સમયમાં
કેટલાંય મહત્વના કાર્યો થઇ શકે! આપણા દેશના લોકોને મન સમયની કંઇ કિંમત જ નથી. આપણે
સમયનું મહત્વ સમજયા નથી. તેથી આપણા દેશના લોકોનો કિંમતી સમય વેડફાય જાય છે.
મહાન વિચારક રસ્કિને લખ્યું છે: ‘યુવાનીનો સમય મુખ્યત્વે કરીને સર્જન, જ્ઞાનવૃધ્ધિ અને શિક્ષણ પ્રાપ્ત કરવાનો છે. એવી એક ક્ષણ નથી, જે પર ઉજજવળ ભાવિનો આધાર ન હોય. જો તેને વેડફી નાંખવામાં આવે તો પછી તે કયારેય ભરપાઇ થઇ શકતી નથી.’ જે લોકો સમયનું મૂલ્ય સમજે છે તેઓ એક મિનિટ પણ મોડું કરતા નથી. તમે પણ સમયનું મૂલ્ય સમજો. પ્રત્યેક પળનો ઉપયોગ કરો. તેથી તમે જીવનમાં સફળ થશો.
આપણા લોકો ખુબ જ સમય વેડફે છે કારણ કે.....
તેમની પાસે વધુ નવરાશ હોય છે.
કામકાજ હોતા નથી.
તેમને સમયની કિંમત નથી.
તેમાં તેમને મજા આવે છે.
સમયનું મૂલ્ય સમજનારાઓ
ટોળટપ્પા મારે છે.
ઓછો સમય વેડફતા હોય છે.
પ્રત્યેક પળનો ઉપયોગ કરે છે.
જલ્દી મહાન બને છે.
યુવાનીનો સમય-
કિંમતી હોય છે.
પાછો આવતો નથી.
નવું - નવું શીખવા માટેનો હોય છે.
વેડફાય જાય છે.
સમય....
હીરા - મોતીથી મોંઘો છે.
ટોળ - ટપ્પામાં વેડફાય છે.
ઝવેરાત જેટલો કિંમતી છે.
અમૂલ્ય હોય છે.
‘મહત્વ’ શબ્દનો વિરોધી
શબ્દ
કિંમતી
નકામું
અમૂલ્ય
અયોગ્ય

0 Comments