JNV, NMMS, PSE

TICKER

Advertisement

ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા

ARTHGRAHAN MATE GUJARATI FAKARA| અર્થગ્રહણ માટે ગુજરાતી ફકરા-10

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તથા બાલાચડી સૈનિક શાળા પ્રવેશ માટે ગુજરાતી ફકરા પરથી વિક્લ્પવાળા પ્રશ્નો પુછાય છે. તે ઉપરાંત બાળકનું ગુજરાતી અર્થગ્રહણ ચકાસવા માટે આ ફકરા ખુબ ઉપયોગી છે. આમાં ફકરાની નીચે વિક્લ્પવાળા પ્રશ્નોતો આપ્યા છે. તેના નીચે એમ.સી.ક્યુ. પ્રકારની ક્વિઝ આપેલ છે. તેનો ખોટો ઉત્તર આપો તો સાચો જવાબ બતાવે છે. તે ઉપરાંત તેનું પરીણામ પણ બતાવે છે. ક્વિઝના નીચે પ્રશ્નોની સમજુતી આપેલ છે.

jawahara navodaya gujarati fakara

 

Jawahar Navoday enter exam language preparation mate JNV Quiz aapel chhe. JNV Quiz method se tame saralata thi shikhi sako.

ફકરો – 10

પાણીના ખાબોચિયામાં કલાકો સુધી એક પગે ઊભા રહી સમાધિ કરતાં હોય અને શિકારની રાહ જોતાં બગલાને આપણે બગાભગત કહીએ છીએ. બગલા જ નહિ ફ્લેમિંગો, ટિટોડી અને સુરખાબ જેવાં લાંબા પગવાળા બધા પક્ષીઓ એક પગ ઉપર ઉભા રહેવાની ટેવવાળા છે. લાંબા પગ હોવાના કારણે શિયાળામાં તેમના પગ ઠંડા થઇ જતાં હોય છે. એટલે કે શરીરની ગરમી તેમનાં પગ દ્વારા બહાર જતી રહે છે. પગમાંનું લોહી છેક નીચેની તરફ પંજામાંથી પાછું હદયમાં આવે ત્યારે પગ સંકોરેલો હોય તો હૃદયને શ્રમ ઓછો પડે છે. બગલાના ઢીંચણ ફોલ્ડીંગ સાંધાવાળા હોય છે તે ટટાર ઉભા રહે ત્યારે તે લોક થઇ સળંગ લાકડી જેવાં બની જાય છે અને બગલાને થાક લાગતો નથી.

quiz in Javascript

JNV Gujarati Language Quiz

ગુજરાતી ફકરા- 10

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

TryAgain


પાણીમાં કલાકો સુધી ઉભા રહેતા બગલા કોની રાહ જુએ છે?

પ્રાણીની

શિકારની

સિંહની

પશુની

 

એક પગ પર ઉભા રહેનાર પક્ષીઓ કયાં - કયાં છે?

ફ્લેમિંગો, ટિટોડી અને સુરખાબ

બતક અને બાજ

ફ્લેમિંગો, બાજ અને બતક

ફ્લેમિંગો, ઘોડો અને બાજ

 

આ પક્ષીઓના પગ શિયાળમાં કેમ ઠંડા થઇ જાય છે?

લાંબા દાંત હોવાના કારણે

લાંબા પીંછા હોવાને કારણે

લાંબુ શરીર હોવાના કારણે

લાંબા પગ હોવાને કારણે

 

બગલાના ઢીંચણ કેવાં હોય છે?

ફોલ્ડીંગ સાંધાવાળા

સીધા ટટાર

સળંગ લાકડી જેવા

વળાંક વાળા

 

બગલાનો પગ કયારે સંકોરેલો હોય છે?

જયારે પગનું લોહી હૃદયમાંથી ઢીંચણમાં આવે ત્યારે

જયારે પગનું લોહી પંજામાંથી પાછું હ્યદયમાં આવે ત્યારે

જયારે પગનું લોહી પંજામાંથી પાછું હ્યદયમાં ન આવે ત્યારે

એક પણ નહિ


Post a Comment

0 Comments