JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV Sankhya ane Sankhya padhati test-3

JNV Sankhya ane Sankhya padhati test-3

Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV arithmetic(math) test sankhya ane sankhya padhdhati chapter test
 In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board.  So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.

આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.


અંકગણિતનું પ્રથમ પ્રકરણ સંખ્યા અને સંખ્યા પદ્ધતિનો છે જે પ્રકરણના મેં છ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.


સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી 

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ- 

અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ-  જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.

2 અવયવ      1, 2    (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે. 


વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.

4 અવયવ      1, 2, 4     (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4  વિભાજ્ય સંખ્યા છે.

અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખો 👉  CLICK HERE

સંખ્યા

અવિભાજ્ય સંખ્યા (મુળ સંખ્યા)

અવિભાજ્ય સંખ્યા કેટલી ?

2 થી 10

2,3,5,7

4

11 થી 20

11,13,17,19

4

21 થી 30

23,29

2

31 થી 40

31,37

2

41 થી 50

41,43,47

3

51 થી 60

53,59

2

61 થી 70

61,67

2

71 થી 80

71,73,79

3

81 થી 90

83,89

2

91 થી 100

97

1

101 થી 110

101,103,107,109

4

111 થી 120

113

1

121 થી 130

127

1

131 થી 140

131,137,139

3

141 થી 150

149

1

કુલ

35

 

પૂર્વગામી સંખ્યા અને અનુગામી સંખ્યા- 

પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા- 

પૂર્વગામી ( પુરોગામી ) સંખ્યા અને અનુગામી સંખ્યા આપેલી સંખ્યાની પહેલાં તરત જ આવતી સંખ્યાને પૂર્વગામી સંખ્યા કહે છે. 

ઉદાહરણ -  12 એ 13  પહેલાં આવતી સંખ્યા છે .

માટે 12 એ 13 ની પૂર્વગામી સંખ્યા છે . 

પૂર્વગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી નાની હોય છે . 

જો x એ yની પૂર્વગામી સંખ્યા હોય , તો y- x = 1 અથવા x- y = −1 હોય છે . 

અનુગામી સંખ્યા- 

આપેલી સંખ્યાની પછી તરત જ આવતી સંખ્યાને અનુગામી સંખ્યા કહે છે . 

ઉદાહરણ -  25 એ 24 પછી આવતી સંખ્યા છે . 

માટે 25 એ 24 ની અનુગામી સંખ્યા છે . 

અનુગામી સંખ્યા આપેલી સંખ્યા કરતાં 1 જેટલી મોટી હોય છે . 

જો x એ yની અનુગામી સંખ્યા હોય , તો x - 9 = 1 અથવા y - x = 1 હોય છે.

બાળકોને યાદ રખાવવા માટે પુર્વજોનુંં ઉદાહરણ આપી શકો. દાદા, પિતા, પુત્ર દ્વારા શીખવી શકાય.   
quiz in Javascript

JNV (Arithmetic)Maths Quiz

સંખ્યા અને સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય - 1.3

Question of

ખુબ સરસ!
તમને જવાબો સાચા પડ્યા છે! માંથી
કસોટીનું પરીણામ

બીજા ટેસ્ટ પર જાવ

Post a Comment

0 Comments