JNV Sankhya ane Sankhya padhati test-2
Jawahar navodaya vidhyalaya (JNV) arithmetic (math) test in my website. my websi name is newinfoguru. JNV arithmetic(math) test sankhya ane sankhya padhdhati chapter test
In the modern era, education work is not enough chock and duster, now students are getting education through mobile, computer or smart board. So that those children can learn while playing, learning with enthusiasm, I have made chapter wise tests of Arithmetic which I will keep posting on my website newinfoguru from time to time.
સંખ્યા અને સંખ્યા પદ્ધતિ ટેસ્ટ નીચે છે.
આધુનિક યુગમાં શિક્ષણ કાર્ય ચોક અને ડસ્ટર પૂરતું રહ્યું નથી હવેના વિદ્યાર્થીઓ મોબાઇલ, કમ્પ્યુટર કે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મેળવતા થયા છે. જેથી એ બાળકો રમતા રમતા શીખી શકે, ઉત્સાહથી શીખી શકે તે માટે મેં અંક ગણિત ની પ્રકરણ વાઈઝ કસોટીઓ બનાવેલ છે જે સમય અનુસાર હું મારી વેબસાઈટ newinfoguru પર મૂકતો રહીશ.
અંકગણિતનું પ્રથમ પ્રકરણ સંખ્યા અને સંખ્યા પદ્ધતિનો છે જે પ્રકરણના મેં છ ટેસ્ટ માં ભાગ પાડેલ છે.
સંખ્યા અને સંખ્યા પદ્ધતિ વિશે સમજુતી
અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ-
અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- જે સંખ્યા ના બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહે છે અવિભાજ્ય સંખ્યા ના અવયવ એક અને તે સંખ્યા પોતે હોય છે.
2 અવયવ 1, 2 (2એ 1 ઘડીયામાં અને 2 ઘડીયામાં આવે છે. ) જેથી 2 અવિભાજ્ય સંખ્યા છે.
અવિભાજ્ય સંખ્યાઓ મૂળ સંખ્યાઓ- 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97
વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- જે સંખ્યાને બેથી વધુ અવયવ હોય તેને વિભાજ્ય સંખ્યા કહે છે.
4 અવયવ 1, 2, 4 (2એ 1 ઘડીયામાં, 2 ઘડીયામાં અને 4 ઘડીયામાં આવે છે. ) જેથી 4 વિભાજ્ય સંખ્યા છે.
વિભાજ્ય સંખ્યા કે સંયુક્ત સંખ્યા- 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28, 30, 32, 34, 36, 38, 39, 40, 42, 44, 45, 46, 48, 49, 50, 51, 52, 54, 55, 56, 57, 58, 60, 62, 63, 64, 65, 66, 68, 69, 70, 72, 74, 75, 76, 77, 78, 80, 81, 82, 84, 85, 86, 87, 88, 90, 91, 92, 93, 94, 95, 96, 98, 99, 100
અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાની શોર્ટ ટ્રીક શીખો 👉 CLICK HERE
જોડમૂળ સંખ્યા- જે અવિભાજ્ય સંખ્યાઓની જોડી વચ્ચે બે નો તફાવત હોય તેને જોડ મૂળ સંખ્યા કહે છે.
1 થી 100 સંખ્યામાં આઠ જોડ મૂળ સંખ્યાઓ નીચે મુજબ છે.
નંબર. જોડી
1. (3,5)
2. (5,7)
3. (11,13)
4. (17,19)
5. (29,31)
6. (41,43)
7. (59,61)
8. (71,73)
સહમૂળ સંખ્યાઓ- કોઈપણ બે ક્રમિક સંખ્યાઓ નો સામાન્ય અવયવ એક હોય ત્યારે તેને સહમોર સંખ્યા કહે છે. આ સંખ્યાઓમાં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ ની પણ જોડીઓ હોય છે.
ઉદાહરણ - 3, 4, ; 8, 9,; 35, 36,

0 Comments