JNV, NMMS, PSE

TICKER

Advertisement

JNV GUJARATI A WORD FOR A PHRASE । Gujarati sabdasamuh mate ek sabda

JNV GUJARATI A WORD FOR A PHRASE । Gujarati sabdasamuh mate ek sabda 

Jawahar Navodaya Vidyalaya has prepared a list of Gujarati a word for a phrase which are very necessary for the preparation of Gujarati language for the entrance examination.  This list is a list of words from standard 3 to 8.  This list is very important.  This list is very useful for the examination of Navodaya nearby.  In addition,  a word for a phrase are very useful for students of Std. 6 to 8.


JNV


Gujarati sabdasamuh mate ek sabda.

JAWAHAR NAVODAYA VIDHYALAYA STANDERD - 6  ENTER EXAM LANGUAGE MATERIAN IN GUJARATI SABDASAMUH.

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ-૬ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખુબ જરૂરી શ્બ્દસમૂહ માટે એક શબ્દ . તેમજ ધોરણ -૩ થી ૮ માટે પણ ખુબ ઉપયોગી શબ્દો.


જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે શબ્દસમૂહ માટે એક શબ્દ  યાદી.




જીવનનું મુખ્ય કર્તવ્ય : જીવનધર્મ

નદીકિનારા પાસેની બખોલો : કોતરો

કોઇ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર : મૂકસેવક, સ્વયંસેવક

ઘરની બાજુની દિવાલ : ભીંત

પાણી આવવા જવા માટેનો બાંધેલો સાંકડો માર્ગ : ઘરનાળું 

કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ : સ્વયંવર

લગ્ન પ્રસંગે વરકન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંઘિત મિશ્રણ : પીઠી

પાઘડીના જેવો વિસ્તાર : પાઘડીપનો

એક મટકું પણ માર્યા વગર : અનિમેષ

મૃત્યુ સમયે લખાતો પત્ર : કાળોત્રી

જીવનનું ઉપયોગી ભાથું : જીવનપાથેય

મરણ પછી બારમા દિવસે થતી વિધિ : કારજ

કડવાં વહેણ કહેવાં : મેણુ

જેનો પતિ હયાત છે તેવી સ્ત્રી : સૌભાગ્યવતી

તેજસ્વી વિદ્યાર્થીને અભ્યાસ માટે મળતી આર્થીક સહાય : શિષ્યવૃત્તિ

પવનથી ઊડેલા વરસાદના છાંટા : સીકર, અમીછાંટણાં

સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવા : ઠઠારો ભપકો

ચાંદીનો રણકારવાળો સિક્કો : કલદાર

તાલુકાનું વસુલાત સંબંધી કામ કરનાર અમલદાર : મુનસફ

બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો : રાણીછાપ

કોઇની પાસેથી નાણાં લેવાં પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું બાંહેધરીપત્રક : પ્રોમીસરી નોટ

પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર : જાજરમાન

જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે કૂવો, જળાશય કે તળાવનો ભાગ : પનઘટ

સમય‌-સંજોગો સમજીને એ પ્રમાણે ગણતરીથી બુદ્ધિપૂર્વક વર્તનાર : ચતુર

દેવ કે સંતના પગ ધોવામાં વપરાતું પાણી એ જ અમૃત : ચરણામૃત

યજ્ઞમાં હોમવા માટેનું દ્રવ્ય : હવિ

હથિયારો રાખવાનું સ્થાન : અસ્ત્રશાળા

પાણી માટે ધરતીમાં શાર પાડનારું યંત્ર : બોરિંગ

કણસલાં ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા : ખળાં

માટીની ભીંતનું બનાવેલું નાનું ઘર : ખોરડું

ઘર ખાલી કરીને નીકળી જવું કે ભાગવું : ઉચાળા ભરવા

જેનો જન્મ પહેલાં થયો હોય તે : અગ્રજ , જ્યેષ્ઠ

જેનો જન્મ પછીથી થયો હોય તે : અનુજ

મા‌-બાપ વગરનો : અનાથ

જે કશું જ જાણતો નથી તે : અજ્ઞાની

જે ખાવાલાયક નથી તેવું : અખાદ્ય

વરસાદ પડ્યો ન હોય તેવું વર્ષ : અનાવૃષ્ટિ , દુષ્કાળ

પુષ્કળ વરસાદ પડ્યો હોય તેવું વર્ષ : અતિવૃષ્ટિ

જીવન પર્યંત સુધીનું હોય તેવું : આજીવન

જેનાં લગ્ન નથી થયાં તેવો : કુવારો , અવિવાહિત

જેનું ક્યારેય મૃત્યુ થતું નથી તેવું : અમર

પોતે જ પોતાના વિશે લખી હોય તેવી કથા : આત્મકથા

બીજાના જીવન વિશે કોઇએ લખેલી કથા : જીવનકથા

જેણે ઇંદ્રિયો પર વિજય મેળવ્યો હોય તેવો : ઇન્દ્રજિત

જે ગુરુની પાસે જ એમની જ સાથે રહેતો હોય તે શિષ્ય : અંતેવાસી

જેની કોઇની સાથે સરખામણી થઇ ન શકે તેવું : અનન્ય , અદ્રિતીય

જેનો કોઇ ઉપચાર શક્ય જ નથી તેવું : અસાધ્ય

ધર્મ કે ઇશ્વરમાં જેને કોઇ શ્રદ્ધા નથી તેવો : નાસ્તિક

ધર્મ કે ઇશ્વરમાં જેને પુષ્કળ શ્રદ્ધા હોય તેવો : આસ્તિક

જે કરેલા ઉપકાર પર અપકાર કરે તે : કૃતઘ્ન

જે ઉપકારનો બદલો ઉપકારથી વાળે તે : કૃતજ્ઞ

જે લાંબા સમય સુધી સ્થિર રહે તે : ચિરસ્થાયી 

Post a Comment

0 Comments